બોલિવુડના સિતારાઓન ઘણી વાર ધમકિયોનો સામનો કરવો પડે છે. હાલમાં જ સલમાન ખાનને એક શખ્સએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શાહરૂખ ખાનને ધમકી મળી છે. ભૂવનેશ્વરના સ્થાનીય સંગઠન કોલિંગ સેના ઓડિશામાં શાહરૂખ ખાનના આવવાનો વિરોધ કરી રહ્યા છે. 27 નવેમ્બરે ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપની ઓપનિગ સેરેમનીમાં કિંગ ખાન આવવાથી સંગઠનને આપત્તિ છે. જેથી પોલીસે તેમની સુરક્ષા વધારી વધારી દીધી છે.
પોલીસે હાલમાં જ જારી કરેલા એક નિવેદનમાં કલિંગ સેનાની ધમકી બાદ ઓડિશામાં શાહરૂખ ખાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવામાં આવશે. કલિંગ સેનાએ શાહરૂખના ચહેરા પર સ્યાહી ફેકવાની ધમકી આપી છે. જણાવી દઈ કે કલિંગ સેનાએ 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ અશોકામાં ઈતિહાસના સાથે છેડછાડ કરવાના આરોપમાં અભિનેતાના ચહેરા પર સ્યાહી ફેકવાની ધમકી આપી છે.
આ સંગઠનનો આરોપ છે કે કલિંગને ખોટી રીતે દેખાડીને ફિલ્મને રાજ્યની સંસ્કૃતિ અને અંહી આના લોકોનું અપમાન કર્યું છે. હવે જોઈએ કે શાહરૂખ ખાન હવે ઓડિશા જાય છે કે નહી તેમણે કેવી વસ્તુઓનો સામનો કરવો પડે છે.