દેશભરમાં રામમંદિરના નિર્માણની માંગણી જોર-શોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રામ મંદીરને લઈને પોતાનુ નિવેદન આપ્યું છે. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર નિર્માણના કાર્યમાં કોંગ્રેસ ચેડા કરી રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યાના કેસમાં નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ખુબ મોટો દાવ રમી રહી છે.
વડાપ્રધાને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મોટા મોટા વકીલોને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલવા લાગી થછે. ભાજપ પાસે હજી રાજ્યસભામાં બહુમત નથી. તેઓ રાજ્યસભામાં ખૂબ ગંદી રમત રમી રહ્યા છે. સુપ્ર4ીમ કોર્ટના વકીલ રામ મંદિર મુદ્દે દબાણ નાખે છે. તેઓ કહે છે કે 2019 સુધી આ મુદ્દે ચુકાદો ન આવવા દો.
તેમણે કહ્યું કે આજે રાજ્યસભાના મોટા વકીલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ મહાભિયોગ લાવીને ડરાવવાની કોશીશ કરે છે. સંવેદનશીલ મુદ્દાઓને રોકવાની કોશિશ કરે છે. આ લોકો દેશની ન્યાયપાલિકાને બંધક બનાવી રહ્યા છે.પરંતુ અમે તેમની ગંદી નિયતને ક્યારેય પુરી થવા દેશું નહીં.