અયોધ્યામાં આજે
આજે વિશ્વ હિંદુ પરિષદ (VHP) ધર્મસભા આયોજીત કરવા જઇ રહી છે. ધર્મસભાના માધ્યમથી આજે સંત અને ધર્માચાર્ય રામ મંદિર નિર્માણની તારીખ નક્કી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો પ્રયત્ન કરશે. આ સભામાં આરએસએસ અને વિશ્વ હિંદૂ પરિષદ સહિત અન્ય સંગઠનો સાથે જોડાયેલ આશરે 50થી 60 લોકોનું સંબોધન થશે. આ માટે અયોધ્યા છાવણીમાં ફરેવાઇ ગયું છે.
વીએચપીની ધર્મસભા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે જ પહોંચી ગયા હતાં. આજે સવારે ઠાકરેએ અયોધ્યાના રામલલાના દર્શન ગયા હતાં. અનુમાન છે કે આજે બેથી ત્રણ લાખ રામભક્ત અયોધ્યા પહોંચશે. જેના કારણે શનિવારથી જ હાઇવે પર વાહનોની લાઇનો લાગેલી છે. આ ઉપરાંત અયોધ્યા આવતી ટ્રેનોમાં પણ ભારે ભીડ છે. ધર્મસભાનો કાર્યક્રમ સવારે આશરે 11 કલાકે શરૂ થઇને સાંજે 4 કલાક સુધી ચાલશે.