Elon Musk : એલોન મસ્કના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ XAI એ $24 બિલિયનના મૂલ્યાંકન સાથે મૂડીમાં $6 બિલિયન (આશરે રૂ. 50,000 કરોડ) એકત્ર કર્યા છે.A, B અથવા C ફંડિંગ રાઉન્ડમાં રોકાણકારો પાસેથી આ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. ઓપન એઆઈના વર્ચસ્વને પડકારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.
મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, સીરિઝ Bમાં આ ફંડિંગ પહેલા XAIનું વેલ્યુએશન $18 બિલિયન હતું. AIની ઝડપી રેસમાં ઓપન AI જેવી કંપનીઓને પડકારવા માટે એન્ડ્રીસેન હોરોવિટ્ઝ, સેક્વોઇયા કેપિટલ અને ફિડેલિટી મેનેજમેન્ટે તેમાં રોકાણ કર્યું છે.
કંપનીની શરૂઆત 15 મહિના પહેલા જ થઈ હતી.
ખાસ વાત એ છે કે મસ્કનું આ AI સ્ટાર્ટઅપ 15 મહિના પહેલા જ શરૂ કરવામાં આવ્યું હતું.પોસ્ટ અનુસાર, નાણાંનો ઉપયોગ XAIના પ્રથમ ઉત્પાદનોને બજારમાં લાવવા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભવિષ્યની તકનીકોમાં સંશોધનને વેગ આપવા માટે કરવામાં આવશે. અગાઉ, ઓપન એઆઈએ $14 બિલિયનની મૂડી એકત્ર કરી હતી, જેનું વર્તમાન મૂલ્યાંકન $80 બિલિયન થયું હતું.