રાધનપુર પંથકમાં છેલ્લા ત્રણ માસમાં જ નર્મદાની 12 કેનાલો તૂટી જતાં હજારો લીટર પાણી વહી ગયું હતું. જે-તે સમયે રાજકીય વગ ધરાવતી સદભાવ એન્જિનિયરીંગ કંપનીને કેનાલો બનાવવા કામ સોંપાયું હતું. પરંતુ આ કંપનીએ અત્યંત નબળું કામ કરતાં વારંવાર કેનાલો તૂર રહી છે પાંચ વર્ષ સુધી મેઈન્ટેન્સની જવાબદારી ન નિભાવવા છતાં ફરી રિપેરીંગનું કરોડોનું કામ સદભાવને ભ્રષ્ટાચાર આરચાયો છે.
આનંદીબેન પટેલ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે રાજકીય દબાણથી કરોડોની કેનાલોનું કામ અમદાવાદની સદભાવ એન્જિનિયરીંગને મળ્યું હતું. પરંતુ આ કંપનીએ કરોડોની કેનાલનું કામ અત્યંત હલકી ગુણવત્તા વાળું કર્યું છે.
આ બાબતે ખેડૂતોએ જે-તે સમયે મહેસૂલ પ્રધાનથી લઈને મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રએ નર્મદાના પાણી બચાવવાના બદલે સદભાવ એન્જિનિયરીંગને બચાવવા માટે સક્રિયતા દાખવી હતી. આ કંપનીએ પાંચ વર્ષ સુધી મેઈન્ટેનન્સ ન કર્યું છતાં રિપેરીંગનું કામ તેને જ મળ્યું. પણ કંપનીએ કામ ન કરતાં અધિકારીઓએ તેને બ્લેક લીસ્ટ કરવાને બદલે ફરી જ્યારે પુર આવ્યું ત્યારે આ કેનાલોનું રિપેરીંગ કામ આ જ કપનીને આપી દીધું હતું.