Anant-Radhika Pre Wedding: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની સૌ રાહ જોઈ રહ્યા છે. અનંત જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરની હસ્તીઓએ ભાગ લીધો હતો. હવે બીજુ પ્રી-વેડિંગ ફંક્શન 28 થી 30 મે વચ્ચે થવાનું છે. લોકો આ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. કારણ કે આ વિધિ ન તો જમીન પર થશે કે ન તો આકાશમાં.
તેના બદલે, અનંત રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના દરિયાઈ ક્રુઝ પર મુસાફરી કરતી વખતે થશે. આ એક લક્ઝરી ક્રૂઝ છે, જેમાં મહેમાનો માટે એકથી વધુ લક્ઝુરિયસ સુવિધાઓ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ અનંત રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમનીમાં શું ખાસ હશે
જે ક્રૂઝ પર રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે તેનું નામ છે ‘સેલિબ્રિટી એસેન્ટ’. આ ક્રૂઝ માલ્ટા સ્થિત છે. TOI અનુસાર, આ ક્રૂઝ શિપ 28મી મેની સાંજે અથવા 29મી મેની સવારે ઈટાલીથી રવાના થશે. 3 દિવસમાં દરિયામાં 4400 કિમીનું અંતર કાપ્યા બાદ તે દક્ષિણ ફ્રાન્સ થઈને સ્વિટ્ઝર્લેન્ડ પહોંચશે. આ વખતે ક્રુઝ શિપમાં 300 VIP અને સ્ટાફ સહિત 800 લોકો મુસાફરી કરશે. જેમાંથી 300 નામ VVIP લિસ્ટમાં છે.