ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેસ્ક એટલે જે GST લાગુ થયા બાદ લોકો આજે પણ ફરિયાદો કરી રહ્યાં છે કે તેઓને જીએસટી મગજમાં બેસતુ નથી, ત્યારે જીએસટીની પ્રક્રિયાને સરળતાથી સમજાવવા માટે રાજ્ય સરકારે ધોરણ 11 અને 12 કોમર્સ ફેકલ્ટીમાં જીએસટીનો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2019થી થશે. ઉલ્લેખનીય છે કે જીએસટીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
ગુજરાત શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTને અભ્યાક્રમમાં જોડવામાં આવ્યું છે. હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. આ પહેલા જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે 9 જેટલા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓ પાસેથી અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વિષય ધોરણ 11 અને 12 ના અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે પ્રેક્ટિકલ તરીકે તેમને અકાઉન્ટ વિષયમાં ભણવું પડશે.