મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળ્યા બાદ પાટીદારો પોતાને અનામત મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પાટીદારો દેશભરમાં વસેલા તેમના ભાઈબંધુઓ પાસેથી પણ મેરેજ ક્વોટાના પ્રયાસો કરી રહ્યા છે. પાટીદાર યુવાનોને કન્યા મળે તે હેતુથી ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષત્રિય મહાસભા દ્વારા છત્તિસગઢ, મધ્ય પ્રદેશ અને ઓડિશાની કુર્મી કન્યાઓ માટે અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બાપુનગરમાં હરદાસ બાપુની વાડીમાં 4 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કન્યા પસંદગી મેળામાં 5000 પાટીદાર છોકરાઓ અને ત્રણ રાજ્યોમાંથી 200 છોકરીઓના પરીવાર ભાગ લેશે.
પાટીદારોએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં 1000 છોકરાઓ સામે ફક્ત 700 છોકરીઓ જ છે. વિકાસની દિશામાં છોકરીઓનો સેક્સ રેશિયો ઝડપથી ઘટી રહ્યો છે. છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા વધારે હોવાને કારણે આયજકોએ છોકરાઓ માટે લધુતમ લાયકાત નક્કી કરી છે. મહિનામાં ઓછામાં ોછા 20 હજાર કમાતો હોવો જોઈએ. અમદાવાદમાં પોતાનું ઘર હોવું જોઈએ અને નિર્વયસની હોવો જોઈએ.