વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 22 સાત ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તે સિવાય, વડા પ્રધાન મોદી 116 સી.એન.જી. સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન સંબંધિત જાહેરાત આજે ભુવનેશ્વરમાં ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ), અદાણી અને ભારત રિસોર્સ દ્વારા યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 129 જિલ્લામાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (CGD) પ્રોજેક્ટની શરૂઆત કરાવી, દેશના 19 રાજ્યોમાં સીજીડી માટે હાલમાં જ પૂર્ણ થયેલા 9માં બિડિંગ રાઉન્ડમાં આ પરિયોજનાનો ઉલ્લેખ હતો. આ સિવાય પીએમ મોદી દેશના 14 રાજ્યના 124 જિલ્લામાં 50 નવા જિયોગ્રાફિકલ એરિયા માટે 10માં સીજીડી બિડિંગ રાઉન્ડને પણ લોન્ચ કરશે.
કેન્દ્ર સરકારની અતિ મહત્વકાંક્ષી યોજનામાંથી એક એવી ઘરે ઘરે ગેસ પહોંચાડવાની કામગીરીને વેગવંતુ બનાવવા માટે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ પર કામ હાથ ધરાયું છે, જે અંતર્ગત ગુજરાતના સુરેન્દ્રનગર, બરવાળા, રામપુર તાલુકા, નવસારી, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ખેડા, મોરબી, મહિસાગર, નર્મદા, પોરબંદર જિલ્લામાં એજન્સીની સ્થાપના કરાશે.
પેટ્રોલિયમ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું કે દેશના 19 રાજ્યના પ્રત્યેક જીયોગ્રાફિકલ એરિયા માટે અધિકૃત કંપની પણ સ્થાનિક સ્તરે પોત-પોતાની રીતે આયોજન કરશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા હાલમાં જ જાહેર કરેલી આ પરિયોજનાઓની મદદથી 26 રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશમાં દેશની અડધી વસ્તી સુધી ગેસ પહોંચાડવામાં આવશે.