બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્લી હાઈકૉર્ટે 3 મહિનાની જેલની સજા ફટકારી છે. ટ્રાયલ કૉર્ટે સામે એક સમજુતીની રકમ રાજપાલ યાદવ આપી શક્યો નહોતો. આ મામલે કડક વલણ અપનાવતા હાઈકૉર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની સજા સંભળાવી છે.
2010માં રાજપાલ યાદવે 5 કરોડની લોન લીધી હતી, પરંતુ આ રકમને ના ચુકવી શકતા લોન આપનાર વ્યક્તિએ કૉર્ટની મદદ લીધી હતી. કૉર્ટમાં આ વર્ષે સમજુતી થઈ હતી કે રાજપાલ યાદવ 10 કરોડ 40 લાખ રૂપિયા પરત કરશે, પરંતુ જ્યારે રાજપાલ યાદવે આ રકમ ના ચુકાવી તો કૉર્ટે તેને જેલ મોકલી દીધો. ઇન્દોર નિવાસી સુરેન્દર સિંહ પાસેથી રાજપાલ યાદવે પોતાના અંગત કારણો આપીને કેટલીક રકમ ઉધાર લીધી હતી. આ રકમને પરત કરવા રાજપાલ યાદવે એક્સિસ બેંક મુંબઈનો એક ચેક સુરેન્દર સિંહને આપ્યો હતો, જે સપ્ટેમ્બર 2015નાં રોજ બેંકમાં જમા કરવા પર બાઉન્સ થયો હતો. ત્યારબાદ સુરેન્દર સિંહે વકીલનાં માધ્યમથી રાજપાલને નોટિસ મોકલી હતી, તેમ છતા રાજપાલે ચુકવણી કરી નહોતી.