ઓડિશાના કટક શહેરના જગતપુર નજીક એક ખાનગી બસ પુલ પરથી નદીમાં ખાબકતા 7 લોકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બસમાં 30 થી વધુ લોકો સવાર હતા. અને બસ ચંડીખોલથી કટક આવી રહી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે જગતપુર પાસે બસ ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને મફત સારવારની જાહેરાત કરી છે.