Gujarat: અમદાવાદમાં ધરપકડ કરાયેલા ચાર ઈસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદીઓ યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો સાથે બદલનો લેવા માંગતા હતા. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ. ગુજરાત ATSએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ચાર ISIS આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ મુજબ, એવું બહાર આવ્યું છે કે “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) માં જોડાવાની તેમની કટ્ટરતા દર્શાવતા પુરાવા છે.” અબુ બકર બગદાદીએ બતાવેલા માર્ગ પર ચાલીને બદલો લેવાની ખૂન્નસ સાથે તેઓએ ષડયંત્ર રચ્યું હતું. જેમણે મુસ્લિમ સમુદાય પર અત્યાચાર કર્યો હોવાની દાઝ રાખીને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને ભાજપ-આરએસએસના સભ્યો સાથે બદલો લેવા માંગતા હતા.
ચાર આરોપીઓની ઓળખ મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારીસ, મોહમ્મદ રાસદીન અને મોહમ્મદ નફરાન તરીકે કરવામાં આવી છે. ATSએ જણાવ્યું હતું કે, “બધા શ્રીલંકાના નાગરિકો અને રહેવાસીઓ છે.”
ગુજરાત ATSએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી વસ્તુઓ એ પણ બહાર આવ્યું છે
કે ચાર ISIS આતંકવાદીઓએ ઇસ્લામિક સ્ટેટ (IS) ના બેનર હેઠળ ભારતમાં કોઈપણ સ્થળે આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી અને તેઓ અમદાવાદ પહોંચશે.
આતંકવાદ વિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે, “મોહમ્મદ નુસરત પાસે પાકિસ્તાનનો માન્ય વિઝા પણ છે.” તેના કબજામાંથી પિસ્તોલ, દારૂગોળો અને કાળો ધ્વજ ધરાવતું ગુલાબી પાર્સલ પણ મળી આવ્યું હતું. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ ચારેય આતંકવાદીઓ ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટમાં સવાર થયા હતા. “દક્ષિણમાંથી આવતા મુસાફરોની માહિતી અને સૂચિનું વિશ્લેષણ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ ચારેય ISISની વિચારધારાથી સંપૂર્ણપણે કટ્ટરપંથી છે અને આતંકવાદી હુમલા કરવા માટે ભારતમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તેઓ 18 કે 19 મેના રોજ રેલ્વે અથવા ફ્લાઈટ દ્વારા અમદાવાદ પહોંચવાના હતા. ટીમો એક વ્યૂહરચના ઘડી રહી હતી. પ્રાપ્ત માહિતીના આધારે દક્ષિણ તરફથી આવતી ટ્રેનો અને ફ્લાઇટ્સની પેસેન્જર લિસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેથી આ તમામ મુસાફરો એક જ PNR નંબર પર મુસાફરી કરી રહ્યા હતા.