Gujarat: પ્રાંતિજમાં ખેતી કરતાં ખેડૂત કલ્પેશ પટેલ રંગબેરંગી ફુલ કોબી શાક ઉગાડવા માટે વિશ્વની કંપનીઓ અને ગુજરાતના ખેડૂતોમાં જાણીતા છે. કંપનીઓ બાયો-ફોર્ટિફાઇડ જાતોની ખેતી કરીને નવીનતા રજૂ કરી છે. પોતાના ખેતરમાં વિવિધ દેશોમાં સંશોધન કરેલા બિયારણોના પ્રયોગ તેના ખેતરમાં કરે છે. તેમણે નવા જ પ્રકારની જાંબલી, આછો જાંબલી અને કેસરી રંગના ફ્લાવર કોબી ઉગાડી બતાવી હતી. તેમનું ખેતર વિશ્વની ઘણી કંપનીઓ માટે પ્રયોગશાળા છે. ગુજરાતના ખેડૂતોને નવી રીત શિખવવા માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.
તેમના ખેતરમાં 10 જાતની ફુલ કોબીના અખતરો એક વૈશ્વિક કંપની દ્વારા એકી સાથે થયો છે.
તેઓ ગુજરાત, ભારત અને વિશ્વની 17 કંપનીઓ સાથે ફિલ્ડ ટ્રાયલ માટે કામ કરી રહ્યા છે. ફ્લાવર કોબી અને અન્ય શાકની નવી જાત વિકસાવતી કંપનીઓ માટે તેઓ કામ કરે છે. આ કામ કરવા માટે કંપની પાસેથી તેઓ પૈસા લે છે.
ટ્રાયલ લે છોડ દીઠ રૂ. 10થી 15 કલ્પેશભાઈ લે છે. વર્ષે દોઢથી 2 લાખ તેઓ ટ્રાયલની આવક મેળવે છે.
ટ્રાયલ એટલે કે, અજમાવી જોવું તે, અજમાયશ, કસોટી, પરીક્ષા, કોઈ વસ્તુ અનુભવ કે કસોટી કરવી તે, કંપની દ્વારા તપાસણી કરવી એવો થાય છે. આ કામ પહેલાં ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલય કરતાં હતા. હવે ખાનગી કંપનીઓ નવા પાક શોધવા માટે હોંશિયાર ખેડૂતોને શોધી કાઢી તેમના ખેતર દ્વારા નવી શોધ માટે અજમાયશ કરે છે. જેમાં ગુજરાતમાં શાક પાક માટે કલ્પેશ પટેલને પહેલા પસંદ કરે છે.
ગુજરાતમાં આવું કામ ઘણાં ખેડૂતો કરે છે.
શાકની કોઈ નવી જાત આવતે તો તેની પહેલી ખબર કલ્પેશભાઈને પડે છે. તેથી નવા પાકના ખરાબ અને નબળાં પાસાની તેને અગાઉથી ખબર હોય છે. તેથી તેઓ સારી રીતે ખેતી કરી શકે છે. જર્મન અને ચીનની કંપનીઓ ભારતમાં તેના ખેતી પાકને રજૂ કરતાં પહેલાં કલ્પેશભાઈના ખેતરમાં અજમાયશ કરે છે. જો તેનો પાક સફળ થાય તો પછી તે ભારતમાં તેના બિયારણ મૂકે છે. જેમાં આ કંપનીઓ મોટો ધંધો કરે છે.
કલ્પેશભાઈ કહે છે કે, નવા પ્રયોગો કરવાં તે મારો શોખ છે. મને જે જોઈતું હતું તે મોટી કંપનીઓ આપે છે. શોખ માટે કામ કરતો હતો, હવે તે મારો વ્યવસાય બની ગયો છે. જેમાં હું એક છોડ દીઠ પૈસા લઈને કમાણી કરું છું. તેની સાથે બીજાને ખેતી શીખવું છું.
સામાન્ય રીતે સફેદ ફુલ કોબી જ ભારતમાં થાય છે. પણ રંગીન ફ્લાવરના ભારતના પહેલાં પ્રયોગો તેમના ખેતર ઉપર થયા હતા. કંપનીઓ તેના ખેતરને પહેલાં પસંદ કરે છે. પણ રંગીન ફ્લાવર કોબી ઉગાડી ત્યારે કંપનીએ તેને કહ્યું ન હતું કે આ સફેદ ફૂલ કોબી છે કે રંગીન. પણ જ્યારે સફેદ ફુલ કોબીની જેમ મેં તો તેની ખેતી કરી. પણ જ્યારે તેના ફુલ – ફળ આવ્યા ત્યારે ખબર પડી કે, આ તો રંગીન કોબી છે. 7 રંગની કોબી છે. દરેક છોડની ફુલ રંગીન હતા. ત્યારે મને આશ્ચર્ય થયું હતું. આવું પહેલી વખત થયું હતું. કંપની દ્વારા મને કહેવામાં આવ્યું ન હતું કે, ફુલ કોબી રંગીન છે. કલ્પેશભાઈ કહે છે.
પોતે ટ્રાયલ કરવા માંગે છે એવો ઈ મેઈલ તેમણે કંપનીને કરાવ્યો હતો. કંપનીએ તેના ખેતરની મુલાકાત લીધી અને રંગીન ફૂલ કોબીનો પહેલો પ્રયોગ તેમના ખેતરમાં કરાયો હતો.
7 રંગની ફૂલ કોબી
કલ્પેશભાઈ કહે છે કે, ટ્રાઈલમાં 7 રંગ, ઓરેન્જ, જાંબુ રંગ, સ્કીન રંગ, હતા. તમામનાં સારા રંગ આવેલા હતા. પણ ભારતમાં 7 રંગમાંથી કંપનીએ માત્ર 2 રંગની ફુલ કોબી પસંદ કરી હતી અને તેનું બિયારણ હવે આખા ભારતમાં આપે છે.
ફુલ રંગીન કોબી પરથી તેની હેરાફેરી કરતી વખતે રંગ પેકીંગમાં ચોંટી જાય છે. તેથી જે રંગ વધારે ચોંટી જતાં હતા તે રંગની ફુલ કોબીનો પાક ભારતમાં રજૂ ન કર્યો. પણ ઓરેન્જ, વેલેન્ટીના અને કેલેન્ટીના જાંબલી જાત પસંદ કરી હતી. જે હાલ ભારતના ખેડૂતો ઉગાડી રહ્યાં છે.
કલ્પેશભાઈ કહે છે કે, રંગીન ફુલ કોબીના પ્રયોગ કરનારી સીજન્ટા કંપની મૂળ ચીનની છે અને ફ્રાંસથી કામ કરે છે. આ કંપની વર્ષે 2 નવા રંગની વેરાયટી લાવે છે. જાન્યુઆરીમાં ફુલાવર થાય એવી નવી વેરાયટી આવી છે. 3 રંગમાંથી ગુજરાતના વાતાવરણના કારણે ઓરેન્જ રંગનો પાક ફેઈલ થયો હતો.
વડાગામના વેપારી તેમના ખેતરમાંથી રંગીન ફ્લાવર શાક ખરીદીને સીંગાપોર અને મલેશીયા નિકાસ કરે છે. રંગીન ફ્લાવરની ખેતી જોવા માટે ખેડૂતો તો આવે છે પણ અનેક કંપનીઓ આવે છે.
ગુજરાતમાં નામ રોશન કર્યું. સીજન્ય કંપની ધ્વારા સંશોધન કરેલુ ફ્લાવરનુ બિયારણ તેમના ખેતરમાં વાવી 60 દિવસે તૈયાર થતાં અખતરો સફળ કરી બતાવ્યો હતો. કંપનીઓ ટ્રાયલ લેવા માટે તેમનું ખેતર પસંદ કરે છે.
કલ્પેશ પટેલ પ્રાંતિજ પંથકમાં ફ્લાવરના ડોક્ટર તરીકે ખેડૂતો ઓળખે છે. ખેડૂતને કલ્પેશ પટેલ 9925352232 મદદ કરે છે. તેઓ 365 દિવસ શાકભાજી ઉગાડે છે. તેઓ 11 એકરમાંથી 50 લાખ કિંમતના શાજ એક ઋતુમાં પેદા કરી બતાવવાની ક્ષમતા ધરાવે છે. એક વીઘામાં રૂ. 70થી 75 લાખની ફુલ કોબી પેદા કરી શકવાની તેની પાસે આવડત છે.
રંગીન કોબીજની કિંમત સફેદ કોબીજ કરતા બમણી છે.
ચાઇનીઝ કોબીજનો 2019માં અખતરો કર્યો હતો. આજે આખા ભારતમાં તેનું વાવેતર થાય છે. રંગબેરંગી કોબીજના ભાવ પણ સારા મળે છે. આવી સ્થિતિમાં રંગબેરંગી કોબીજની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવી શકે છે. છત્તીસગઢમાં ઘણા ખેડૂતોએ રંગબેરંગી ફૂલકોબીની ખેતી શરૂ કરી દીધી છે.
અત્યાર સુધી માત્ર સફેદ કોબીજ જ તૈયાર કરવામાં આવે છે. સફેદ કોબીજની જેમ રંગબેરંગી કોબીજમાં પણ વિટામીન ભરપૂર માત્રામાં હોય છે.
ગુજરાતમાં વાવેતર
બાગાયતી વિભાગના અધિકારીના જાણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં 2022-23માં કોબીનું વાવેતર 40 હજાર હેક્ટરમાં 9 લાખ ટન પેદા થઈ હતી. હેક્ટરે લગભગ 22.42 ટન કોબી પેદા થાય છે. જેમાં ફુલ કોબીનો હિસ્સો 40 ટકા છે. ફુલ કોબીમાં રંગીન કોીબનો હિસ્સો 4થી 5 ટકા હોવાનું કૃષિ નિષ્ણાંતો માની રહ્યાં છે.
પોષક તત્વોથી ભરપૂર
જાંબલી, આછો જાંબલી અને કેશરી રંગના ફૂલાવરમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં છે. એક દડામાં 10 ગાજર જેટલુ વિટામીન હોય છે. પોષણની દૃષ્ટિએ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. બ્રોકોલી એ ફૂલકોબીની એક પ્રજાતિ છે. તે લીલા ફૂલકોબી જેવું લાગે છે, પરંતુ સ્વાદમાં તફાવત છે. સફેદ કોબી કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ સિવાય તેમાં ફાઈટોકેમિકલ્સ, પોલિફીનોલ્સ, ક્વેર્સેટિન અને ગ્લુકોસાઈડ જેવા પોષક તત્વો મળી આવે છે, જે ડાયાબિટીસને અંકુશ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. આમાં કૃત્રિમ રંગો ઉમેરવામાં આવતા નથી, બલ્કે તે કુદરતી રીતે પીળા અને જાંબલી રંગના હોય છે.
પીળી અને જાંબલી ફૂલકોબી માત્ર સુંદર જ નથી લાગતી. પીળા રંગની કોબીજમાં કેરોટીન નામનું તત્વ જોવા મળે છે. જાંબલી રંગની કોબીજમાં અલ્ટેનિન તત્વ જોવા મળે છે, જે આંખોની રોશની સુધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તે કેન્સરને રોકવામાં પણ મદદરૂપ છે. રંગબેરંગી ફૂલકોબીમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક વગેરેના ગુણો પણ જોવા મળે છે. વૃદ્ધ અને સગર્ભા સ્ત્રીઓ માટે રંગીન કોબીજ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે.
નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રંગબેરંગી કોબીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ખેતી અને તાપમાન
રંગબેરંગી ફૂલકોબી ખેતી માટે, તાપમાન 15 થી 25 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ. સામાન્ય ફૂલકોબીની જેમ ઠંડી અને ભેજવાળી આબોહવા પણ તેની ખેતી માટે યોગ્ય છે. છોડના યોગ્ય વિકાસ માટે તાપમાન 20-25 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. રંગબેરંગી ફૂલકોબી માટે અવશેષોથી સમૃદ્ધ માટી સારી છે. ઉપરાંત ડ્રેનેજની પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. માટીનું pH બેલેન્સ 5.5 થી 6.6 ની વચ્ચે હોવું જોઈએ. ફૂલકોબીની ખેતી માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.
સડેલું ગાયનું છાણ જમીનમાં ભેળવી જમીનનું પરીક્ષણ કર્યા બાદ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર નાખો. જો જમીનનું પરીક્ષણ ન થયું હોય તો 120 કિલો નાઈટ્રસ, 60 કિલો ફોસ્ફરસ અને 40 કિલો પોટાશ પ્રતિ હેક્ટર આપવું. છોડ રોપવાના 15 દિવસ પહેલા જમીનમાં ગાયના છાણનું ખાતર અને ખાતર મિક્સ કરો. છોડના યોગ્ય વિકાસ માટે 10-15 દિવસના અંતરે પિયત આપતા રહેવું પણ જરૂરી છે.
એક હેક્ટરમાંથી સરેરાશ 200-300 ક્વિન્ટલ કોબીનો પાક મળે છે. એક ફૂલકોબીના ફૂલનું સરેરાશ વજન 850 ગ્રામ હોય છે.