Delhi Excise Policy: એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા જામીન અરજી પર આદેશ આપી શકે છે.
14 મેના રોજ, તેમણે AAP નેતાઓ, CBI અને EDની દલીલો સાંભળ્યા પછી અરજીઓ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચર્ચા દરમિયાન દલીલ કરી હતી કે તે આબકારી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આગામી કાર્યવાહીની ફરિયાદ (ચાર્જશીટ)માં AAPને આરોપી બનાવશે. 17 મેના રોજ EDએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરી અને AAPને પણ આરોપી બનાવ્યો.