દેશમાં નવજાત બાળકોના ત્યજવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અણદાવાદમાં ગઈ કાલે સવારે રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ડ્રાઇવરને પોતાના ઘર પાસેથી નવજાત બાળકી મળી આવી હતી. જેની ફરિયાદ તેણે નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસ વિગતોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાગુજરાત બેકરીની પાસે, રખિયાલ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઇવરને ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ એક નવજાત બાળકી મળી આવી હતી. આ રિક્ષા ડ્રાઇવરે આ અંગે કહેતા જણાવ્યું કે, ‘અમારી ચાલીની બહાર એક અવાજ આવતા અમે આસપાસના લોકો ભેગા થયા હતાં. અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે તે મળી ત્યારે તે ઘણી જ રડી રહી હતી. અમે આસપાસ આની તપાસ કરી કે આ કોની બાળકી છે પરંતુ તેની કોઇ ભાળ ન મળી. ‘ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી