સૈફ અલી ખાન અને કરિના કપૂરનો લાડલો તૈમૂરનું ફેન ક્લબ ઘણું જ મોટું છે. આ ફેન ક્લબને કારણે તેનાં રેટ્સ પણ ઘણાં વધુ છે. આ રેટ હાઇનો અર્થ તૈમુરનો એટિટ્યૂડ નથી પણ તેનાં તસવીરોનો ભાવ છે. પેપારાઝીની વચ્ચે તૈમૂરની તસવીરોની સૌથી ઉંચી કિંમત છે.
સૈફ અલી ખાને કરન જૌહરનાં શો ‘કોફી વિથ કરન’માં આવીને ખુલાસો હતો. સૈફે જણાવ્યું હતું કે, તૈમૂરની એક તસવીરની કિંમત 1500 રૂપિયા છે. આ વાત સૈફનો તેનાં સાસુ એક તૈમૂરનાં નાનાએ જણાવી હતી. આ વિશે ચર્ચા કરતાં કરને કહ્યું કે, તૈમૂરની તસવીરનાં ભાવ કોઇ સુપરસ્ટારની તસવીર વધુ છે.તૈમૂરનાં વખાણ કરતાં કરણ જોહરે પોતાની જ મજાક ઉડાવતા કહ્યું કે, આ લિસ્ટમાં સૌથી નીચે મારુ નામ છે.