સુરતમાં સૌને હચમચાવી નાખે એવો કિસ્સો બન્યો છે. છૂટાછેડા થયા બાદ પૂર્વ પત્ની પતિના ઘરે આવીને ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હતી. સુરતના ડભોલીના હીરા વેપારીના ઘરમાં પ્રવેશીને પૂર્વ પત્નીએ ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હોવાની ફરિયાદ થઇ છે. પોલીસે પૂર્વ પત્નીની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી દીધી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી સ્થિત શુકનલેવી એપાર્ટમેન્ટમાં રહેતા દેવુલભાઇ દિનેશભાઈ ગઢિયા હીરા વેપારી છે. તેમણે શનિવારે ચોકબજાર પોલીસ મથકમાં મૂળ રાજકોટના પરંતુ મહેતનાગર, ડભોલી ચાર રસ્તા પાસે રહેતા એક્તાબેન દામજીભાઈ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ એક્તાબહેન ગુન્હો કરવાના ઇરાદે ગત તા.10મીએ બપોરે તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેમના ઘરમાં મૂકેલી ખાવાની વસ્તુઓમાં કોઇ ઝેરી દવા ભેળી દીધી હતી. તેઓ ઘરમાંથી થેલીમાં કંઇક ચોરી કરી લઇ ગયા હોવાનું સીસીટીવી ફૂટેઝમાં દેખાઇ આવ્યું હતું.