દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે અસ્થમાની પેશન્ટ છે. અને આ સાથે જ પ્રિયંકાએ અસ્થમાની દવાઓનો પ્રચાર કરતો વીડિયો પણ શેર કર્યો હતો તેણે આ એડનાં શૂટિંગ સમયે તેની બીમારી અંગે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે, જે લોકો મને સારી રીતે જાણે છે તેમને ખબર છે કે મને અસ્થમાની તકલીફ છે. આ વિશે મેં ક્યારેય છુપાવ્યું નથી.
હવે પ્રિયંકા બાદ તેનાં ભાવિ પતિ નિક જોનાસે પોતાની બીમારી અંગે ખુલાસો કર્યો છે. નિકને ટાઇપ1 ડાયાબિટીઝ છે. અને તે પણ ડાયાબિટીઝની દવાઓનો પ્રચાર કરે છે.
નિક જોનસે તેનાં ટ્વટિર પેજ પર આ વાતની જાણકારી આપી છે. તેણે લખ્યુ છે કે, 13 વર્ષ પહેલાં આજનાં દિવસે તેને ટાઇપ-1 ડાયાબિટીસ હોવાનું માલૂમ થયુ હતું. મારી ડાબા તરફની તસવીર થોડા અઠવાડિયા બાદની છે જ્યારે મને ડાયાબિટીસ ડાયોગ્નાઇસ થયુ હતું.