Gujarat: ગુજરાતમાં એક જ પરિવારના સાત લોકો નદીમાં ડૂબી ગયા છે. ઘટનાસ્થળે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના પોઇચા ગામમાં મંગળવારે એક 45 વર્ષીય વ્યક્તિ અને છ બાળકો સાથે નર્મદા નદીમાં ડૂબી જવાની આશંકા છે.
આ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ લોકો નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા પરંતુ ગુમ થઈ ગયા હતા. NDRF અને વડોદરાની ફાયર ટીમ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી.
નર્મદા સિટી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ‘છ બાળકો અને પુરુષને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બાળકોની ઉંમર સાતથી 15 વર્ષની વચ્ચે છે અને પુરુષની ઉંમર 45 વર્ષની છે.
તેણે કહ્યું કે તેઓ સુરતથી આવેલા 17 લોકોના જૂથનો ભાગ છે. એક મંદિરમાં પૂજા કર્યા બાદ આ તમામ લોકો પોઇચા ગામે નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા. પોલીસે જણાવ્યું કે રાજપીપળા શહેરના ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.