ઈન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે ‘યોર એક્ટિવીટી’ ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના દ્વારા યૂઝર્સ જાણી શકશે કે તે ઈન્સ્ટાફ્રામ પર કેટલો સમય પસાર કરે છે. આ ફિચર યૂઝર્સના પ્રોફાઈલ પેજ પર ટોપ રાઈટ કોર્નર પર હેમબર્ગર આઈકોનના રૂપમાં આપવામાં આવ્યુ છે. જેમાં રોજની ટાઈમ લીમીટ શેટ કરવા અને અસ્થાયી રૂપથી નોટીફિકેશનને મ્યુટ કરવા જેવા ટૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કલાકો પસાર કરે છે જેની અસર તેની મેન્ટલ અને ફિજિકલ હેલ્થ પર પડે છે.
ઈન્સ્ટાગ્રામ પર આ ફિચરનો ઉપયોગ કરવા માટે પ્રથમ ઈન્સ્ટાગ્રામ ઓપન કરો. હવે એપના સેટિંગને ક્લિક કરો, તે પછી એક્ટીવીટી નામના ઓપ્શન પર ક્લિક કરો. તેમાં તમે સમયનો ગ્રાફ જોવા મળશે. તમે કેટલો સમય ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો. તેમા ડેઈલીનુ રિમાઈન્ડર સેટ કરવાનો વિકલ્પ છે.