Sensex Closing Bell: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં મોટી વધઘટ જોવા મળી હતી. સ્થાનિક શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન પર થઈ છે. જો કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે વોલેટિલિટી બાદ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા હતા. સોમવારે, સેન્સેક્સ 111.66 (0.15%) પોઈન્ટ વધીને 72,776.13 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 48.85 (0.22%) પોઈન્ટ વધીને 22,104.05 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સે નીચલા સ્તરેથી 900 પોઈન્ટનો વધારો નોંધાવ્યો હતો.
છૂટક ફુગાવાના આંકડા આજે જાહેર થવાના છે, તે પહેલાં સ્થાનિક શેરબજારો શરૂઆતની નબળાઈ છતાં લીલા રંગમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેરમાં મજબૂતી જોવા મળી હતી. છૂટક ફુગાવાના આંકડા આજે જાહેર થવાના છે, તે પહેલાં સ્થાનિક શેરબજારો શરૂઆતની નબળાઈ છતાં લીલા રંગમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેરમાં મજબૂતી જોવા મળી હતી.
સેન્સેક્સ શેરોમાં, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ટીસીએસ અને એક્સિસ બેન્ક ટોચના ગેનર હતા અને ટ્રેડિંગ સેશનના અંતે લીલા નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને એચસીએલટેકના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ટાટા મોટર્સનો શેર 8.3% ઘટ્યો હતો. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ્સ ગોલ્ડમેન સૅક્સ, મોર્ગન સ્ટેનલી અને નોમુરાએ FY2025 માટે નબળા અંદાજોને પગલે નિફ્ટીનો સ્ટોક ડાઉનગ્રેડ કર્યો છે જ્યારે સિટીએ ટાટા મોટર્સનું રેટિંગ સસ્પેન્ડ કર્યું છે.
બીજી તરફ સિપ્લાનો શેર છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. કંપનીના શેરમાં આ વધારો માર્ચ 2024 ક્વાર્ટરમાં રૂ. 939 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યા બાદ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીના રૂ. 525 કરોડના નફા કરતાં આ વખતનો નફો લગભગ 79% વધુ છે.
સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી ઓટો 1.7% ઘટ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પીએસયુ બેંક 1.2% લપસ્યો. બેન્ક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેન્કના શેરમાં ઘટાડાને કારણે નબળાઈ જોવા મળી હતી. બીજી તરફ, નિફ્ટી ફાર્મા, હેલ્થકેર અને રિયલ્ટી સેક્ટરના શેરો ટોચના સેક્ટરલ ગેનર હતા. બ્રોડર માર્કેટમાં નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી, નિફ્ટી 100 અને નિફ્ટી 200ના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.