દેશભરમાં મહિલાઓ પર થતાં દુષ્કર્મના કેસો ચલાવવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ભયા ફંડ હેઠળ બનેલી એમ્પાવર્ડ કમિટીએ દેશભરમાં 1023 સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા મંજૂરી આપી છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના પેન્ડિંગ કેસ વિશેષ અદાલતમાં ચાલશે. પહેલા તબક્કામાં નવ રાજ્યોમાં 777 કોર્ટ બનશે. અને બીજા તબક્કામાં 246 કોર્ટ બનશે.
નવી વિશેષ કોર્ટ 767.25 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. જાતીય સતામણી અને જાતીય હુમલાના કેસમાં વિશેષ ફોરેન્સિક કીટને પણ મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ અને 107 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ ફોરેન્સિક કીટ અપાશે. કોંકણના 50 રેલવે સ્ટેશન્સ પર વીડિયો સર્વેલન્સ માટેની પ્રપોઝલને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય પ્રમાણે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પ્લેટફોર્મને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.