વલસાડ પોલીસે અબ્રામા પાસે આવેલા સાંઈ લીલા મોલમાં ચાલી રહેલા દેહ વેપારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને લલનાઓ સહિત ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રો મુજબ અબ્રામાના સાઈલીલા મોલના બીજા માળે આવેલા કોલ સ્પાની આડમાં દેહવેપારનો ધંધા ધમધોકાર ચાલી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે સ્પાની આડમાં યુવતીઓને બોલાવી દેહનો વેપાર કરવામાં આવે છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા લલનાઓ સહિત ગ્રાહકો અને સ્પાની આડમાં ધંધો કરી રહેલા તત્વોને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ડમી ગ્રાહક ઉભો કરી વલસાડ પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
પોલીસે જણાવ્યું કે પોલીસે કોરલ થાઈ સ્પાના માલિક શૈલેષની વિરુદ્વમાં કાર્યવાહી કરવામાં આવી છે અને ચાર લલનાઓને પકડી આવી હતી. સ્પામાં રૂમ બનાવી ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.
વલસાડ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર સ્પાની આડમાં દેહનો વેપાર ચાલી રહ્યો હોવાના બનાવો વધી ગયા છે. આ હાઈપ્રોફાઈલ નેટવર્કનો વલસાડ પોલીસે પર્દાફાશ કર્યો છે.