તમારી બાઇક, કાર અથવા સ્કૂટર ચોરી થઈ જશે એવો ડર હવે રાખશો નહીં. કારણકે તમે તમારા વ્હિકલને મોબાઇલ સિમની મદદથી સુરક્ષિત કરી શકો છો. તેમા ચિંતાની જરૂર નથી કારણકે માર્કેટમાં એવા કેટલાક ડિવાઇસ ઉપલબ્ધ છે જેની મદદથી સિમ લગાવીને તમે તમારી ગાડીમાંલગાવી શકો છો અને વ્હીકલ ચોરી થવા પર તમે તરત જ ટ્રેક કરી શકો છો.
ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવનાર કંપનીએ iMarsએ માઇક્રો જી.પી.એસ. ટ્રેકર લોન્ચ કર્યું જેમા સિમ લગાવી શકાય. ત્યારબાદ વાહનને બેટરીથી કનેક્ટ કરીને તેમા છુપાવી શકાય છે. હવે યુઝરને તેના સ્માર્ટફોનમાં તેમા સંબંધિત એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને જ્યારે કોઈ તમારા વગર કાર ચલાવશે અથવા તેને ચલાવવાનો પ્રયાસ કરશે, ત્યારે જલદી જ એલર્ટ તમારા ફોન પર આવી જશે.
આ ઉપકરણમાં તમારે માઇક્રો સિમ સેટ કરવું પડશે. ઉપકરણમાં 3 વાયર છે, જેમાં બે બેટરીઓ અને એક ઇગ્નીશનિયનમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. આમાં, કાળા વાયરને બેટરીના નેગેટિવ, રેડને બેટરીના પોઝિટિવ પોઇન્ટથી કનેક્ટ કરી શકશો, જ્યા ઓરેન્જ કલરના વાયરને ઇગ્રિશનિયનના નેગેટિવ પોઇન્ટથી કનેક્ટ કરી શકો છો.