આજ રોજ ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આજ રોજ સુડાનો હવાલો સુરત મહાનગર પાલિકાના કમિશનરને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી તેઓ સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. ખુબ લાબાં ગાળા પછી ગુજરાત સરકાર દ્વારા અમિત અરોરાની સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (SUDA) ના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે.
