સરકાર દ્વારા હવે યુવતીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રાથમિક શાળાઓની કન્યાઓને માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા વિશે પણ તેમનામાં સમજ કેળવવામાં આવશે. જેમાં ખાસ કરીને માસિક દરમિયાન ઘરની બહાર ન જવું, પ્રાથનામાં ભાગ ન લેવો જેવી ગેરમાન્યતાઓને દુર કરીને તેમનામાંથા માસિક સમયગાળાનો ડર ભગાવવામાં આવશે.
નોંધનીય છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ આમ તો નિયમિત આવે છે પરંતુ અમુક ચોક્કસ દિવસોએ ગેરહાજર રહે છે. તેઓ માસિકગાળા દરમિયાન શાળાએ આવતી નથી તેમજ પુસ્તકો પણ અડકતી નથી. આથી શિક્ષિકાઓ દ્વારા તેમને માસિક ધર્મ વિશે સાચું નોલેજ આપવામાં આવશે.