અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની 97મી જન્મ જયંતિ નિમિત્તે અમૂલ દ્વારા જમ્મુથી આણંદ સુધી બાઇક રાઇડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્દોર અને અમદાવાદના રાઇડર્સની સાથે વડોદરાના રાઇડર્સ પણ ભાગ લેશે. આ બાઇક રાઇડની શરૂઆત 14 નવેમ્બરના રોજ જમ્મુથી થશે અને આ બાઇક રાઇડ 26 નવેમ્બરના રોજ આણંદ ખાતે પૂર્ણ થશે. આ રાઇડમાં વડોદરામાંથી બુલેટ ક્વિન રિતુ કૌર ભાગ લેશે.
રિતુ કૌર બુલેટ, એફ ઝેડ, ચોઇસની બાઇકનો ઉપયોગ કરશે. જેમાં 2 હજાર કિ.મીનો રન કરીને અમૂલની વિવિધ પ્રોડક્ટ માટે રાઇડ કરશે. વિવિધ શહેરની યુવતીઓ અને વડોદરાની રિતુ કૌર દ્વારા કાશ્મીરથી આણંદ સુધીની બાઇક યાત્રા કરવામાં આવશે. આ બાઇક રાઇડનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં બાઇક રાઇડીંગ અને એડવેન્ચરને પ્રોત્સાહન આપવાનો છે. તે ઉપરાંત વિવિધ શહેરના લોકોને અમૂલના પ્રણેતા ડૉ.કુરિયન વિશે જાણકારી પ્રાપ્ત થાય એ હેતુસર આ બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. રીતુ કૌર બુલેટ ક્વિન તરીકે જાણીતી છે તેનો જન્મ પંજાબી ફેમિલીમાં થયો છે અને તે વડોદરામાં રહે છે. રીતુ કૌર વડોદરાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવે છે.