કપિલ શર્મા નાના પડદા પર ખુબ જ જલ્દી પરત ફરવાનો છે અને ખાસ વાત એ છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર, જે ગત કેટલાક દિવસો પહેલ ઝઘડાના કારણે દૂર થઇ ગયા હતા, તે હવે એક થઇ ગયા છે. જીહાં, બંન્ને સાથે સોની ટીવી પર ખુબ જ જલ્દી પોતાના શો સાથે વાપસી કરવાના છે. મજાની વાત એ છે કે, બંન્ને વચ્ચે ખુબ જ મોટી લડાઇ થઇ હતી. તેઓ એક બીજાને દેખવા પણ પસંદ કરતા ન હતાં. સુનિલ કપિલના મનાવવા છતા માનવા તૈયાર ન હતો. હવે એક વાર ફરીથી બંન્નેએ દોસ્તી કરી લીધી છે. ખબર છે કે, બંન્નેમાં આ દોસ્તી સુપરસ્ટાર સલમાન ખાને કરાવી છે.
જેમની સાથે સુનીલ હાલમાં ફિલ્મ ભારતમાં કામ કરી રહ્યો છે અને સલમાન ખાન જ કપિલના નવા શોને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ કપિલ માટે તેની દિવાળીની ભેટ હતી અને હવે સૂત્રોથી મળેલી માહિતી અનુસાર, સલમાન ખાને જ બંન્ને વચ્ચેના વિવાદનો અંત લાવી દીધો છે. બંન્નેએ સલમાનના કહેવા પર એક-બીજા સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધુ છે.સલમાન ખાને ભારતના સેટ પર સુનીલ પાસે બંન્ને વચ્ચેના વિવાદને વિસ્તારથી જાણ્યો અને બાદમાં સમગ્ર મુદ્દાને સમજ્યા બાદ સુનીલને સમજાવ્યું કે, બંન્નેને દર્શક સાથે જોવા માંગે છે. અને આ કારણે બંન્નેએ સાથે આવવું જ જોઇએ. આવામાં સુનીલ સલમાન ખાનની વાત ટાળી શક્યો નહી અને તેને કપિલ સાથે આવાનો નિર્ણય કર્યો.