સુરતમાં નવા વર્ષની રાત્રીએ ગોપીપુરા વિસ્તારમાં આવેલા શિતલવાડીમાં નવા વર્ષની રાતે એક જૈન સાધ્વીના કપડા ખેંચીને તેની છેડતી કરવામાં આવી હતી. અઠવાલાઈન્સ પોલીસે આજ રોજ આ ઘટનાના આરોપી અક્ષય રાઠોડની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી થવાને કારણે આખો જૈન સમુદાયમાં રોષ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ અઠવાલાઈન્સ પોલીસની ઢીલી તપાસને કારણે જૈન સમુદાયના લોકોએ કમિશનર કચેરીમાં રજુઆત પણ કરી હતી. પરંતુ પોલીસે બાતમીદાર અને સર્વેલન્સ સ્ટાફને આરોપીની શોધ
આ જૈન ઉપાશ્રયની સામે આરોપીના પિતાની દુકાન હતી. તે ત્યાંથી અવર-જવર કરતો હતો. આ ઘટના બાદ પૂછપરછ કરતા તેણે ઉપાશ્રયમાં ચોરી કરવાના ઈરાદે ગયો હતો એવું તેણે કબૂલ્યું હતું. હાલ અઠવાલાઈન્સ પોલીસે તેની ધરપકડ કરી તેને જેલના હવાલે કર્યો છે.
વિગતો મુજબ અક્ષય રાઠોડને પોલીસ ભરૂચથી ઝડપી લાવી છે. અક્ષયના પિતા સંજય રાઠોડ ઉપાશ્રયની નજીક આવેલા વાસુપૂજ્ય દેરાસરમાં પૂજારી તરીકેનું કામ કરે છે અને અક્ષય અવાર-નવાર અહીં આવતો હતો. આમ અક્ષય સમગ્ર વિસ્તારથી પરિચિત હતો. તે કોઈ કામ ધંધો કરતો ન હોવાનું જાણવા મળ્યું છે.