ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઈઓ બિન્ની બંસલે મંગળવારે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ એ છે કે વોલમાર્ટે તેમના વિરુદ્વ ગેરશિસ્તના આરોપ મૂક્યા છે. બંસલે તમામ આરોપોન ફગાવ્યા છે. જોકે, રાજીનામું આપ્યું તેના કરતા બંસલને પાણીચું આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બિન્ની બંસલે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઇઓ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, જેના પર તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટની સ્થાપના પછી બિન્ની ફ્લિપકાર્ટનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, પરંતુ તાજેતરના ઇવેન્ટ્સમાં ખલેલ પહોંચાડવાના ભાગરૂપે બંસલ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું વૉલમાર્ટે જણાવ્યું હતું.
બિન્ની બંસલની વિરુદ્વમાં કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ બિન્ની દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો છે અને બિન્નીએ પોતાની જાતને કંપનીથી દુર કરવાનો નિર્ણય કર્યો છે. રાજીનામું આપવા પાછળ ગેરશિસ્ત કરતાં પણ બિન્નીને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હોવાનું વધુ જણાઈ આવી રહ્યું છે.
વોલમાર્ટે વધુમા જણાવ્યું કે કંપનીના ઈ-કેમર્સ ઓપરેશન જોઈ રહેલા કલ્યાણ ક્રિષ્નમૂર્તી હવેથી સીઈઓ તરીકેની જવાબદારી સંભાળશે. જ્યારે સમમીર નિગમ PhonePeના સીઈઓ તરીકે કાર્યરત રહેશે. સમીર અને કલ્યાણ સીધી રીતે બોર્ડને જવાબ આપવા બંધાયેલા રહેશે.