બોલીવુડમાં મિસ્ટર પર્ફેકનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન બે વર્ષમાં ભલે એક જ ફિલ્મ કરતા હોય તે ફિલ્મ માસ્ટર પીસ હોય છે. આ વખથે આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ભલે ફ્લોપ ગઈ હોય પણ હવે તેઓ આગામી એક જોરદાર ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં વખતે આમીર ખાનની સ્ક્રિપ્ટ પરથી નજર હટી અને ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેવી દુર્ઘટના ઘટી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આમિર ખાન પોતાના ભવ્ય પ્રોજેક્ટ, મહાભારત પર કામ શરૂ કરી ચૂક્યા છે, આ ફિલ્મ 1000 કરોડના ખર્ચે તૈયાર થશે, જેમાં તેઓ કૃષ્ણનું પાત્ર ભજવશે