ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર વિરાટ કોહલી પોતાની બેટિંગ અને કેપ્ટન્સી સિવાય પત્ની બૅાલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માને કારણે પણ ચર્ચામાં રહે છે.અવાર નવાર આ કપલ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.વિરાટ કોહલીને વિન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે કોહલી પત્ની અનુષ્કા સાથે સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે વિરાટ કોહલીએ પત્નીને લઇને કહ્યું કે મારી કોઇ કોમ્પિટીશન નથી.
વિરાટ કોહલીએ કહ્યું કે અનુષ્કા એક ફેમસ એક્ટ્રેસ છે અને પોતાની પ્રોફેશનલ લાઇફમાં તેનો એક અલગ નજરીયો છે. મને લાગે છે કે કોઇ પણ સ્તરે અમારી વચ્ચે કોઇ કોમ્પિટીશન નથી. વિરાટ કોહલીએ કહ્યું કે અમારી વચ્ચે જે પણ વાત થાય છે કે તેને હું દરેક જગ્યાએ નથી જણાવી શકતો. હું તમને જણાવી દઉ કે બિઝનેસના મામલે અમે બન્ને ઘણા પ્રોફેશનલ છીએ.જોકે, અમારી વચ્ચે કોઇ રીતની સ્પર્ધા નથી, ખબર નથી લોકો શું-શું વિચારી લે છે અને કેવી રીતે આવા પરિણામ પર પહોચે છે.