ભારતનો પર્વતારોહી સત્યરુપ સિદ્ધાંત પાપુઆ ન્યુ ગિનીના સૌથી ઉંચા જ્વાળામુખી પર્વત શિખર ‘માઉન્ટ ગિલુવે’ ની ચડાઈ પુરી કરીને પ્રથમ ભારતીય બની ગયા છે. સત્યરૂપ શુક્રવારના પાપુઆ ન્યુ ગિનીમાં 4,367 મીટરની ઉંચાઈ પર પહોચ્યા હતા. તેઓ અત્યાર સુધી સાતમાંથી પાંચ જ્વાળામુખી શિખરોની સફળતાપૂર્વક ચઢાઈ કરી ચૂક્યા છે અને એવુ કરનાર પ્રથમ ઈન્ડિયન બની ગયા છે.
આ સિવાય તેઓ માઉન્ટ સિડલેની ચડાઈ પુરી કરવાવાળા પહેલા ભારતીય છે. જો તેઓ આ જાન્યુઆરીમાં પુરી કરવામાં સફળ થઈ જાય છે તો તેઓ સાત પર્વત શિખરો અને સાત જ્વાળામુખી પર્વતોની ચડાઈ કરવાવાળા પહેલા ભારતીય છે. સત્યરુપે ન ફક્ત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો પણ તેઓ દક્ષિણી ધ્રુવના અંતિમ ચોટી સુધી પણ પહોચ્યા હતા. એમણે 50 કિલો વજન લઈને માત્ર છ દિવસમાં 111 કિમીની યાત્રા પુરી કરી હતી.
પશ્રિમ બંગાળના સત્યરુપે ચડાણ પુરી કર્યા પછી કહ્યુ કે, માઉન્ટ ગિલુવાની સફળતાપૂર્વક ચડાઈ કર્યા પછી હું બહુ ખુશ છું. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે જ્યારે હું સૌથી ઉંચા જ્વાળામુખી પર પહોંચ્યો તો હુ ટોપ ઓફ દી વર્લ્ડનો અહેસાસ કરી રહ્યો હતો. મારૂ હવે પછીનુ લક્ષ્ય માઉન્ટ વિલ્હમ છે અને હુ પર્વત શિખરની ચડાઈ પુરી કરવા માટે તૈયાર છું.