દેશના પ્રથમ શિક્ષણ મંત્રી અને ભારત રત્નથી વિભૂષિત ડો. અબુલ કલામ આઝાદની જન્મ જયંતિની સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડો.અબુલ કલામની જયંતિ પ્રસંગે સુરત કોંગ્રેસનાં માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડો.કલામની જન્મ જયંતિને અલગ રીતે ઉજવવા માટે સુરત શહેર કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા ઉપરાંત સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુરત મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમિટીના માજી ચેરમેન શૌકત અલી મુન્શી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ફ્રુટ વિતરણના કાર્યક્રમમાં જુનેદ નાનાબાવા, તૌસીફ અન્સારી, શોએબભાઈ, કાલુ, જમીલ અહેમદ, શોએબ ચાંદીવાલા, જસબીરસિંગ સરદારજી, અઝહર શેખ વગેરેએ હાજરી આપી હતી.
સુરતની સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને બાળકોના વોર્ડમાં જઈને ફ્રુટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓના વોર્ડમાં કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકરોએ ફ્રુટ કીટ વહેંચી હતી. નવી સિવિલમાં ફ્રુટ વિતરણનો કાર્યક્રમ યોજીને સદ્દગત નેતાની યાદને જીવંત કરવામાં આવી હતી.