ઈશા અંબાણી અને આનંદ પિરામલ 12 ડિસેમ્બરે લગ્ન બંધનમાં બંધાઈને એક થઈ જશે. તેમની લગ્નની કંકોત્રીની કિંમત 3 લાખ અંકાઈ રહી છે. અંબામઈ પરિવારની જેમ જ તેમની કંકોત્રી પણ રોયલ રીતે ઼ડેકોરેટ કરવામાં આવી છે.
રિપોર્ટ્સના કહ્યા પ્રમાણે ઈશા અંબાણીના લગ્નનું કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલું બોક્સ ફુલોથી ડેકોરેટ કરેલું છે, જે પિંક કલરનું છે. બીજુ બોક્સ લાઈટ પિંક-ગોલ્ડન કલરનું છે. અંદર લક્ષ્મી માતાનો ફોટો છે. આ બોક્સ ખુલતાની સાથે જ ગાયત્રીમંત્ર વાગે છે.