Gujarat: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલજી આજે લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાત પધાર્યા છે. સુનિતા કેજરીવાલજીની સાથે સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક પણ ગુજરાત પધાર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સુનીતા કેજરીવાલજીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જબરદસ્તીથી જુઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના લોકો ખૂબ જ સમજદાર છે, માટે લોકો આ ષડયંત્રનો જવાબ વોટથી આપશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,
આજે અમે ભરૂચ અને ભાવનગરમાં પ્રચાર અર્થે આવ્યા છીએ. આ બંને લોકસભાઓમાં ખૂબ જ સારો માહોલ છે. ભરૂચ અને ભાવનગર બંને જગ્યાએ જનતા બદલાવ માટે તૈયાર છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતના લોકોએ અરવિંદ કેજરીવાલજીના દિલ્હીના કામોને જોઈને તેમને વોટ આપ્યા હતા. હાલ ભાજપ ગુજરાતમાં ખૂબ જ ઓવર કોન્ફિડન્ટ છે, પરંતુ ગુજરાતની જનતા ભાજપનો ઓવર કોન્ફિડન્સ તોડશે. અરવિંદ કેજરીવાલજી પર જુલ્મ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, પરંતુ જનતા આ જેલનો જવાબ વોટથી આપશે.
ઇલેક્શન આવવાની સાથે જ પ્રધાનમંત્રીજીને ધર્મ આધારિત આરક્ષણનો મુદ્દો યાદ આવે છે,
પરંતુ અમારો એમને સવાલ છે કે તમે જનતા સમક્ષ એ વાત કરો કે તમે છેલ્લા દસ વર્ષમાં જનતા માટે શું કામ કર્યું. પ્રધાનમંત્રીજીએ પોતાના 10 વર્ષના કામોમાંથી એક પણ કામ જણાવીને વોટ માંગ્યા નથી. જ્યારે ઇલેક્શન આવે, તેમને કોઈ પ્રશ્ન કરી અથવા તો તેમની પરીક્ષાની ઘડીઓ આવે, તો ત્યારે તેમને બીજી તમામ વાતો યાદ આવે છે પણ કામની વાતો તેઓ કરતા નથી. જનતા ખૂબ જ સમજદાર છે. જનતાને સ્કૂલ, હોસ્પિટલ જેવી સારી સુવિધાઓથી મતલબ છે. પહેલા ભાજપના લોકો ચુનાવમાં ચોરી કરતા હતા પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે સુરતની જેમ તેઓ ચૂંટણી જ નથી કરાવી રહ્યા. આ જનતા સાથે એક દગાખોરી છે. ભાજપે ખૂબ જ ગંદી પરંપરા શરૂ કરી છે. અમારું માનવું છે કે ચુનાવ લડો અને ચુનાવ જીતો અને જનતા જે આશીર્વાદ આપે તેને સાથે રાખીને કામ કરો, પરંતુ કોઈના વોટોની ચોરી કરવી તે સારી બાબત નથી.
સુનિતા કેજરીવાલજીએ બોટાદ અને ડેડીયાપાડા ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો. અમદાવાદથી નીકળીને સુનિતા કેજરીવાલજી સૌપ્રથમ બોટાદ પહોંચ્યા હતા. બોટાદમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં સુનિતા કેજરીવાલજીએ હાજરી આપી હતી. આ રૉડ શોમાં સુનિતા કેજરીવાલજીની સાથે સાથે આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ જગમાલભાઇ વાળા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, બોટાદ જિલ્લા પ્રમુખ પ્રષોત્તમભાઈ રાઠોડ, બોટાદ શહેર પ્રમુખ સાગર મકવાણા, ભાવનગર શહેર મહિલા પ્રમુખ સોનલબેન પટેલ સહિત અનેક પદાધિકારીઓ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો સામેલ થયા હતા અને સ્થાનિક લોકોએ સુનિતા કેજરીવાલજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. બોટાદના લોકોએ આમ આદમી પાર્ટીને અને ઉમેશભાઈ મકવાણાને પુરુ સમર્થન આપીને વિજય બનાવવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બોટાદથી નીકળીને સુનિતા કેજરીવાલજી ડેડીયાપાડા પહોંચ્યા હતા. ડેડીયાપાડામાં પણ એક ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હજારો લોકોનો જનસૈલાબ સુનિતા કેજરીવાલજીને આવકારવા હાજર હતો. આ રૉડ શોમાં સુનિતા કેજરીવાલજીની સાથે સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, ચૈતરભાઈના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ સહિત અનેક પ્રદેશના પદાધિકારીઓ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શોમાં સ્થાનિક લોકોએ સુનિતા કેજરીવાલજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. ડેડીયાપાડાના લોકોએ આમ આદમી પાર્ટીને અને ચૈતરભાઈ વસાવાને પુરુ સમર્થન આપીને વિજય બનાવવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુનિતા કેજરીવાલજીએ આ બંને રોડ શો દરમિયાન લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જબરજસ્તીથી ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને તેમના ધર્મપત્નીને ખોટા કેસમાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને દોષી સાબિત નથી કર્યા. તેમ છતાં પણ કેજરીવાલજીને જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ કહે છે કે તપાસ ચાલી રહી છે માટે તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ મારો સવાલ છે કે જો તપાસ 10 વર્ષ સુધી ચાલશે તો શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? આ સરેઆમ ગુંડાગીરી અને તાનાશાહી છે. અરવિંદ કેજરીવાલજી આઇઆઇટીથી એન્જિનિયર થયેલા, ભણેલા ભણેલા ઈમાનદાર નેતા છે. તેઓ ઇન્કમટેક્સ કમિશનર પણ રહી ચૂક્યા છે. પરંતુ સમાજસેવા કરવા માટે તેમણે નોકરી છોડી દીધી. આવા સારા અને સાફ દિલના માણસને આ લોકોએ ખોટા કેસમાં જેલમાં પૂરી દીધા છે.
2011 થી તેમણે આંદોલનોની શરૂઆત કરી હતી અને ઘણા આંદોલન દરમિયાન તેમણે 12-15 દિવસ સુધી અનશન પણ કર્યું હતું.
તેમને સુગરની બીમારી છે અને રોજ ઇન્સ્યુલિન લેવું પડે છે. ડોક્ટરે તેમને અનશન કરવાની મનાઈ કરી હતી તેમ છતાં પણ તેઓ ન માન્યા. તેઓ પોતાની જાનની બાજી લગાવી હતી જનતાના હક માટે. હાલ જેલમાં પણ તેમને ઇન્સ્યુલીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેમનું સુગર 300થી વધારે થઈ ગયું. ઘણી મુશ્કેલ બાદ કોર્ટમાંથી પરમિશન લઈને તેમની ઇન્સ્યુલિન આપવામાં આવ્યું, આ તાનાશાહી છે કે એક સુગરના મરીઝને ઇન્સ્યુલિન પણ આપવામાં નહોતું આવતું.
હું સવાલ પૂછવા માગું છું કે કેજરીવાલજીએ કયું ખોટું કામ કર્યું? અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં વીજળી ફ્રી કરી, વીજળી 24 કલાક આપવાનું શરૂ કર્યું,
સારી સરકારી સ્કૂલો, શ્રેષ્ઠ હોસ્પિટલો બનાવી, લોકોને મફતમાં ઉત્તમ શિક્ષણ અને વર્લ્ડકલાસ આરોગ્ય વ્યવસ્થા આપવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હીની ભલાઈ માટે આવા અનેક કામો કર્યા, તેમ છતાં પણ તેમને જેલમાં પૂરવામાં આવ્યા. માટે આપણે કહી શકીએ છીએ કે તાનાશાહી ચરમ પર પહોંચી રહી છે. પરંતુ અરવિંદ કેજરીવાલજી એક સાવજ છે. કેજરીવાલજીને કોઈ ઝુકાવી શકતું નથી. કેજરીવાલજી ભારતમાના એક સાચા દીકરા છે. આજે હું, એક ભારત માતાની દીકરી તમને વિનંતી કરું છું કે આ દેશને બચાવી લો, આ દેશ તાનાશાહી તરફ જઈ રહ્યો છે, તો આ દેશને બચાવી લો, લોકતંત્રને બચાવી લો. તમે તમારા વોટની તાકાતને સમજો. તમામ લોકોએ ચોક્કસ વોટ આપવા જવાનું છે અને ઝાડુંનું બટન દબાવવાનું છે. ઝાડું પર બટન દબાવીને ઉમેશભાઈ મકવાણા અને ચૈતરભાઈ વસાવાને તમે તમારા સાંસદ બનાવો. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આ તાનાશાહીને હરાવીશું.