દિવાળીનો તહેવાર અને રજાના આયોજનમાં ગુજરાતીઓ પિકનીક માટે યાત્રાધામોમાં પોહંચી ગયા છે. તેથી શહેરો ખાલી થઈ ગયા છે અને યાત્રાધામોમાં ટ્રાફિકના દશ્યો સર્જાયા છે.યાત્રાધામો પર લોકોની ભીડ જમા થઈ ગઈ છે અને ટ્રાફિકના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.
યાત્રાધામ અંબાજીમાં ભક્તો સહિત પ્રવાસીઓ એક સાથે ઉમટી પડતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. ટ્રાફિક જામને કારણે સ્થાનિક લોકો સહિત અવર જવર કરનારા પ્રવાસીઓને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમયે પોલીસતંત્ર ખુબ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે.