વિદેશી ખેલાડીઓને લઈને ભારતાય ફેન્સ વિશે આપેલા નિવેદનનોને લઈને ઘણા દિવસોથી ભારતીય ટીમનો કેપ્ટન ચર્ચામાં છે. તેણે કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓને પસંદ કરનારા લોકો દેશ છોડીને ચાલ્યા જાય. જો કે ત્યારબાદ તેણે પોતાનું વલણ સાફ કર્યું હતું. પણ હજી આ વિવાદ બંધ થવાનું નામ લેતો નથી.
દેશ-વિદેશના પ્રશંસકો સહિત આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ મુદ્દા પર બોલિવુડ અને સાઉથની ફિલ્મના એક્ટરે સિદ્ધાર્થે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કોહલી પર પોતાની ભડાશ કાઢી હતી.
સિદ્ધાર્થે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે જો તમે કિંગ કોહલી બની રહેલા માંગતા હોવ તો ભવિષ્યમાં કંઈ બોલતા પહેલા તે શિખવાનો સમય આવી ગયો છે કે દ્રવિડ શું બોલશે?.