PNB કૌભાંડને અંજામ આપનાર મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બારબુંડા સરકાર સામે કેસ દાખલ કર્યો છે. ચોક્સીના કેસની સુનાવણીમાં પ્રધાનમંત્રી અથવા તેમના કાયમી સચિવને સમાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ચોકસીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ એગ્રીમેન્ટ મુજબ ભારત અને એન્ટિગુઆ સરકાર વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ન હોવા છતાં ચોકસીને ભારત મોકલવાની શક્યતા છે. ભારત સાથે 2001માં એન્ટિગુઆ ના મંત્રીએ આ કરાર કર્યો હતો..જેને કોમનવેલ્થ કંટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડર નામ આપવામાં આવ્યું હતું.
જે એ સ્પષ્ટ કરે છે કે, કરાર મુજબ ભારત અને એન્ટીગુઆ વચ્ચે કોઈ પ્રત્યાપર્ણ સંધિ થઈ નથી અને બંને દેશ આ મામલે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. એન્ટિગુઆના એટર્ની જનરલ ઑફિસે આ માહિતી આપી હતી. સ્થાનિક સરકારને આ સંદર્ભમાં એક પક્ષકાર બનાવી ચોકસી તરફથી આ નોટિસ આપવામાં આવી છે