ઝારખંડનાં જામતાડા જિલ્લામાં હચમચાવી નાખે એવીા એક ઘટના સામે આવી છે. અહીં કેટલાક નરાધમોએ એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી તેના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દેતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ છે. પોલીસ અધિકારી બી એન સિંહે જણાવ્યુ કે, આ ઘટના નારાયણપુર થાણા વિસ્તારના ઉદયપુરની છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાનો અંજામ આપનાર ઓરોપી પૂર્વ પતિ ઉદયની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે
બી એન સિંહે જણાવ્યુ હતું કે, મહિલા પબિયામાં યોજાયેલ મહાકાળીની પૂજાના અવસર પર યોજાયેલ સંથાલી યાત્રા જોવા માટે ગઈ હતી. જ્યાં તેનો પૂર્વ પતિ પણ આવ્યો હતો. મહિલાના પૂર્વ પતિ અને તેના મિત્રોએ જબરજસ્તીથી તેને ઉઠાવીને નજીકના ખેતરોમાં લઈ ગયા. જ્યાં તેઓએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર ગુજાર્યા બાદ તેઓએ મહિલાના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડીને મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત કરી. મહિલા ઘટનાસ્થળે બેભાન થઈ ગઈ હતી. સવારે જ્યારે ખેતરની આસપાસ લોકોએ મહિલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર્સે મહિલાને મૃત જાહેર કરી. મહિલાએ હોસ્પિટલ પહોંચતી વખતે રસ્તામાં સ્થાનીક લોકોને જણાવ્યું કે તેના પર તેના પૂર્વ પતિ અને તેના મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો.