રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે અહીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પસંદગીના બિઝનેસમેન મિત્રોના 3 લાખ કરોડથી વધારેનું દેવું માફ કર્યું, પરંતુ ખેડૂતો માટે કંઇ કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જનતાના રૂપિયા લઇને ભાગી ગયા છે. વિજય માલ્યાએ દેશ છોડ્યા પહેલા નાણામંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા.
રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધિત કરતા રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું કે, મોદી સરકારે HALથી કોન્ટ્રાક્ટ છીનવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો હતો. મોદી સરકારે 526 કરોડ રૂપિયાનું રાફેલ વિમાન, 1600 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. અનિલ અંબાણીએ આખી જિંદગીમાં કોઇ દિવસ વિમાન બનાવ્યું નથી અને HAL 70 વર્ષથી કેવી રીતે બનાવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ નોટબંધીના નિર્ણયના કારણે દેશવાસીઓને લાઇનમાં ઉભા કરી દીધા, તેનાથી માત્ર ચોકીદારના મિત્રોનું જ ભલું થયું છે, બીજા કોઇનું નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી કરવામાં આવી અને કાળુનાણું પાછું લાવવાના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકારે લોકોને ચુનો લગાડનાર કંપનીઓ વિરુદ્ધ પણ કોઇ કડક એક્શન લીધા નથી. સામાન્ય લોકોના પૈસા પડાવીને 15 ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા