મુઘલોએ ભારત પર 1526–1857 સુધી રાજ કર્યું. 331 વર્ષના શાસનકાળ દરમિયાન મુઘલોને ક્યારેય લાગ્યું કે નહીં કે દેશનું નામ હિન્દુસ્તાનથી બદલીને મુસ્લિમિસ્તાન કે ઈસ્લામિસ્તાન કરી દેવામાં આવે. મુઘલો ઘારત તો આ દેશને પળવારમાં ઈસ્લામી દેશ જાહેર કરી દેત પરંતુ ભારતીય સંસ્કૃતિ અને લોકોની રહેણી-કરણીના આધારે બહોળા હિન્દુ સમાજને ધ્યાને રાખી તેમના નામ સાથે જ દેશનું નામ જોડી દીધું. આ મુઘલો મૂર્ખ હતા કે તેમણે મરાઠાવાડને મરાઠા રેજિમેન્ટ કહી અ રાજપુત રેજિમેન્ટને રાજપૂત રેજિસમેન્ટ જ કહી. 331 વર્ષના રાજકાજ દરમિયાન મુઘલો ધારત તો ઘણું બધું કરી શક્યા હોત પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિને રક્ષા કરી છે એ કહેવામાં જરાય અતિશિયોક્તિ નથી. આજે પાંચ વર્ષનું શાસન હાથમાં આવતા ભાજપના નેતાઓ રંગ દેખાડવા લાગ્યા છે. નામ બદલાવીન રાજનીતિ કરવા માંડી છે.
વાત કરીએ અમદાવાદ(અપ્રભંશ નામ)ની તો અમદાવાદને અમદાવાદ શહેર તરીકે વિકસાવ્યું તો અહેમદશાહ બાદશાહે. તે પહેલા અમદાવાદ અમદાવાદ ન હતું. એક ડૂંગરાળ પ્રદેશ હતો. રેતમાં રમતું નગર હતું. ત્યારે આવી રીતેનું કોઈ રાજકારણ ન હતું કે ફલાણા વિસ્તારમાં આપણે વોટ જોઈએ તો તે પ્રમાણે નામાભિકરણ કરી દેવામાં આવે. રાજાશાહી હતી પણ વહીવટી દ્રષ્ટિએ પણ રાજાશાહીએ અનેક એવા કાર્યો કર્યા જે આજે આ દેશની આન બાન અને શાન બનીને ઉભા છે. હિન્દુ રાજાઓએ બનાવેલા સ્મારકો પણ જેમના તેમ રહ્યા કોઈ ફસાદ નહી વિવાદ નહીં અને આજે પાંચ વર્ષના શાસનના નશામાં ચકચૂર થઈને ભાજપના સંકૂચિત માનસિક્તા ધરાવતા રાજનેતાઓ દેશના શહેરોના નામ બદલનો ક્રુર આનંદ માણી રહ્યા છે. શહેરોના નામને ધર્મ સાથે જોડીને સમાજ-સંપ્રદાયો વચ્ચે કોમી ઝેરનું જ વાવેતર કરી રહ્યા છે. આવનાર પેઢીના ભવિષ્ય સાથે નિર્મમ પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે.
આજે જે લોકો શહેરોને સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે તેમણે સમજી લેવાની જરૂર છે કે જ્યારે પણ શહેરોના નામ રાખવામાં આવ્યા તેમાં લગીરેય કોઈ પોલિટીક્સ ન હતું. કોઈ ધર્મ ભીરુતા ન હતી. જે રાજાઓએ શહેરો વસાવ્યા તેમણે શું પોલિટીક્સ કર્યું હતું? બાદશાહી સમયકાળમાં મંદિરો પણ સલામત હતા તેની ભાજપના નેતાઓ જરાય ચર્ચા કરતા નથી. ચર્ચા કરે તો તેમની વોટ બેન્ક હાથમાંથી છટકી જશે. હિન્દુઓ નારાજ થઈ જશે. આંખે પાટા બાંધીને ભાજપના નેતાઓ વાત કરે છે ત્યારે તેમની જીભડી માત્ર મુસ્લિમ વિરોધી વાતો જ લતાડે છે. આ દેશની સંસ્કૃતિને ગંગા-જમના તહેઝીબ કહેવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ એકતા પર દેશ ટક્યો છે. મુસ્લિમોના બલિદાન, ત્યાગ, સમર્પણ અને દેશભક્તિ પર આંખ આડા કાન કરવાનું વલણ ભાજપે લીધું છે. જે મુસ્લિમ નેતાઓ ભાજપમાં છે તેમની કશી ઉગડ નથી. માત્ર શોભાના ગાંઠીયા છે. મુસ્લિમ ફેવર કરવામાં તેમની જીભ સૂકાઈ જાય છે.