કમલ હસનની અભિનેત્રી પુત્રી અક્ષરા હસનના પર્સનલ ફોટો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. અક્ષરાએ સાયબર ક્રાઈમ અંતર્ગત તેની ફરિયાદ મુંબઇ પોલીસમાં કરી છે.
અક્ષરા હસને મુંબઇ પોલીસની સાયબર સેલની મદદ લીધી છે. હાલમાં તેના પર્સનલ ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા. તે બાદ તેને માલૂમ પડ્યું કે તે સાયબર ક્રાઇમની શિકાર થઇ છે. કોઇએ તેની તસવીરો હેક કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. આ અંગે જાણીને અક્ષરા ખૂબ દુખી છે. તેને આ અંગે મુંબઇ પોલીસના સાયબર સેલમાં ફરિયાદ કરી મદદ માંગી છે.
અક્ષરા શ્રુતિ હસનની બહેન છે. તે અમિતાભ બચ્ચન અને ધનુષ સ્ટાર ફિલ્મ શમિતાભમાં નજરે આવી ચૂકી છે. તેને અસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે તેનું કેરિયર શરૂ કર્યું હતું.