વૉટ્સએપમાં ઘણાબધા ફિચર્સ આવી ચૂક્યા છે અને કેટલાક બીટામાં ટેસ્ટિંગમાં છે. પણ આ બધાની વચ્ચે એક એવું ફિચર મિસિંગ છે જેનાથી યૂઝર પોતાની ડીપી-પ્રૉફાઇલ પિક્ચરને કોણે-કોણે ચેક કર્યું તે વાતનો ખ્યાલ મેળવી શકે. WhatsAppમાં કોઇ સિક્યૂરિટી કે એલર્ટ ફિચર્સ નથી, કોઇપણ વ્યક્તિ તમારી પ્રૉફાઇલ પિક્ચર ઓપન કરી ફોટો સેવ પણ કરી શકે છે. આવામાં આ ફિચર ખુબ કામનું સાબિત થઇ શકે છે.
ભલે વૉટ્સએપમાં આ ફિચર ના હોય, પણ અમે અહીં એક એવી એપ બતાવીએ છીએ જેની મદદથી તમે આના જાણી શકો છો. આ એપનું નામ છે Whats Tracker. એન્ડ્રોઇડ યૂઝર્સ આને પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે, આ એપ પ્રૉ અને પેડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. પ્રૉ વર્ઝનમાં છેલ્લા 7 દિવસના વિઝીટર અને વિઝીટેડ યૂઝરનું લિસ્ટ જોઇ શકશો, જ્યારે પેડ વર્ઝન તરતજ આની માહિતી આપી છે. જોકે આના માટે યૂઝરને 1.99 ડૉલર (લગભગ 130 રૂપિયા) ખર્ચવા પડશે.