ઋષિ કપુરની તબિયતને લઈને હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ નવચ્ચે તેમની દીકરી રિદ્ધિમા કપૂરે પિતાની તબિયતથી જોડાયેલી અપડેટ આપી છે. ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.
એક ઇન્ટરવ્યૂમાં રિદ્ધિમાંએ કહ્યું કે, “તેઓ તદ્દન ઠીક છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. જો કે હું ક્યારેય તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતિત નહોતી. તેઓ બસ પોતાના રૂટીન ટેસ્ટ કરાવી રહ્યા છે. જેવું કે તેમણે ટ્વિટર પર કહ્યું હતુ. તેઓ ઘણા વર્ષો પછી પોતાના બધા ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. અમને આશા છે કે બધુ વ્યવસ્થિત થઈ જશે.”