દિવાળીના તહેવારના એક દિવસ અગાઉ મજૂરાના ધારાસભ્યએ ગરીબ પરિવારમાં જઈને દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે બમરોલી સ્લમ વિસ્તારમાં જઈને ગરીબ પરિવારોના બાળકોને સ્વિમિંગ ટબમાં નવડાવી સ્વચ્છ કર્યા હતા અને નવા કપડાં આપતા ગરીબ પરિવારના બાળકો ખુશ-ખુશાલ થઈ ગયા હતા.
આ ગરીબ બાળકો એવા છે જેમને ખાવાનું પણ નસીબ થતું નથી. સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવીએ ગરીબ પરિવારના બાળકો સાથે સાર્થક દિવાળીની ઉજવણી કરી હતી. બમરોલી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ પોઈન્ટ પર સ્લમ વિસ્તારમાં રહેતા 300 જેટલા ગરીબ પરિવારોના બાળકોને સ્વિંમિંગ ટબમાં લાવી પોતાના હાથે નવડાવ્યા હતા. અને નવા કપડાં આપ્યા હતા. ગરબ પરિવારના બાળકો સાથે ત્રણ કલાક જેટલો સમય પસાર કર્યો હતો. ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
ધારાસભ્યની સાથે નર્સિંગ એસોશિએશન પણ જોડાયું હતું. અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ ગરીબ પરિવારના બાળકોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. અને બાળકોને શરદી, ખાસી અને તાવની દવા આપી સારવાર આપવામાં આવી હતી.