દિવાળીના આગલા દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને ખુશ કરતો નિર્ણય કર્યો છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગારની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.