છ મહિનાના લગ્ન જીવન બાદ છુટાછેડા માટે અરજી કરીને લાલુ પ્રસાદના પુત્ર તેજપ્રતાપ અચાનક જ ગાયબ થઈ ગયા છે. છુટાછેડા માટે કોર્ટમાં અરજી પછી પિતા લાલુપ્રસાદને મળવા ગયેલા તેજપ્રતાપ ઘરે પાછા ફર્યા નથી. તેમના પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
તેજપ્રતાપ બોધગયાના એક હોટલમાં રોકાયા હતા. એ પછી ત્યાંથી નીકળી ગયા હતા પણ પટણા પહોંચ્યા નથી. તેઓ પરિવારજનોના ફોન પણ રિસીવ કરી રહ્યા નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલોમાં તેજપ્રતાપ બનારસ અથવા તો વૃંદાવન ગયા હોવાની અટકળો થઈ રહી છે.આ પહેલા પણ તેઓ વૃંદાવન ગયેલા છે. જ્યાં તેઓ શાંતિ મેળવવા જતા હોય છે.