લોકોને બિનખેતી માટે પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. લાભપાંચમ પછી રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીમાં બિન ખેતી જમીન માટેની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે રાજ્યના તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. આ પહેલા બિન ખેતી માટેની પરવાનગી પ્રક્રિયા લાંબી હોવાથી હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.