IAS ઓફિસર બી ચંદ્રકલાએ સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. ફેસબુક પર એવી શાનદાર ફેન્સ ફોલોઈંગ છે કે PM મોદીથી લઈને યોગી આદીત્યનાથ સહિત બધા મુખ્યમંત્રી અને બોલીવૂડના સુપરસ્ટારોને પાછળ મોકલી દીધા છે.
PM મોદી સહિત તમામ સુપરસ્ટારના ફેસબુક પેજને કરોડો લોકોએ ફોલો કરી રાખ્યા છે. જ્યારે ચંદ્રકલાના ફેસબુક પેજને તેનાથી ઓછા 85 લાખ ફોલોવર્સ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન. દીપિકા પાદુકોણ પણ પોતાની તસ્વીરો પર લાઈક્સ નથી મેળવી શક્તા જેટલી કેટલાક કલાકોમાં જ ચંદ્રકલાને લાઈક્સ મળે છે.
28 ઓક્ટોબરે ચંદ્રકલાએ ફેસબુક પર DP લગાવી હતી. તે તસ્વીરને રેકોર્ડ બે લાખ લાઈક્સ મળી છે. જ્યારે 14 હજાર કોમેન્ટ આ તસ્વીર પર કરવામાં આવ્યા છે.
ગયા અઠવાડીયે PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી. જેને 82 હજાર લાઈક્સ અને 5600 કોમેન્ટ મળી હતી.